સાજણ મન નો મોરલીયો



 ગીત: સાજણ મન નો મોરલીયો

ફિલ્મ: લોહી નો નહીં એ કોઈ નો નહીં


મારો સાજણ છે મન નો મોરલીયો (૨)

ચીતડું ચોરી ગ્યો છે સાવરીયો (૨)

એ હું સાગર તમે છો કિનારો (૨)

સાથ છૂટે ના મારો તમારો (૨)


તું કેતો દોડી આવું તારો સાથ રે નિભાવું

ફૂલ નો થઈ બગીચો હું તુજને મહેકવું (૨)

મારી બાલપણા ની સાથી (૨)છૂટે ના સથવારો

સાથ છૂટે ના મારો તમારો (૨)

મારો સાજણ છે મન નો મોરલીયો (૨)

ચીતડું ચોરી ગ્યો છે સાવરીયો

 સાથ છૂટે ના મારો તમારો

 હો હો હો સયબા હો હો હો સાજણા


ભલે આભ તૂટી જાશે, ભલે ધરતી ધ્રુજી જાશે

ભલે યુગ વીતી જાશે તોય પ્રીત ના ભૂલાશે (૨)

મારા ચીતડા નો ચોરનારો (૨)

મારી આખિયું નો તું તારો

ચીતડું ચોરી ગ્યો છે સાવરીયો (૨)

હું સાગર તમે છો કિનારો (૨)

સાથ છૂટે ના મારો તમારો

ચીતડું ચોરી ગ્યો છે સાવરીયો

Post a Comment

0 Comments