બાંધી મે પ્રીતડી



ગીત: બાંધી મે પ્રીતડી 

ફિલ્મ: લોહી નો નહીં એ કોઈ નો નહીં


બાંધી મે પ્રીતડી તુજ સંગ સાજણા

જોજે પ્રીત ના ભૂલાય (૨)

સાથી તું મારો જીવન સંગાથી (૨)

બાંધી મે પ્રીત કેરી દોરી

જન્મો જન્મ ની પ્રીત અમારી

ભૂલી એ ના ભૂલાય (૨)


ઓ રૂપ ની રાની તારી અણીયાળી આંખ્યું

જોઈ ને ગોરાંદે મન મારૂ મોહયું (૨)

ઓ મારુ તન મન કર્યું તારા નામે

સાજણ વસ્યો છે તું મારા પ્રાણે (૨)

બાંધી મે પ્રીતડી તુજ સંગ સાજણા

જોજે પ્રીત ના ભૂલાય (૨)


તારા રે નામ ને હું કાળજે કોરવું

તારી રે પ્રીત કાજે જીવ હું લૂટવું (૨)

ઓ તારા નામે મારી જિંદગાની

હો મારા હૈયા ની ગોરી તું રાણી (૨)

ઓ પ્રેમ નગર ના પંખી બની ને

ઉડશું રે આ કાશ માં (૨)

સાથી તું મારો જીવન સંગાથી (૨)

બાંધી મે પ્રીત કેરી દોરી

જન્મો જન્મ ની પ્રીત અમારી

ભૂલી એ ના ભૂલાય

બાંધી મે પ્રીતડી તુજ સંગ સાજણા

જોજે પ્રીત ના ભૂલાય

જન્મો જન્મ ની પ્રીત અમારી

ભૂલી એ ના ભૂલાય

Post a Comment

0 Comments