ગીત: લેખ વિધિ ના
ફિલ્મ: પડકાર
લેખ વિધિ ના કેવા લખાણા અચરજ દિલ માં થાય (૨)
પ્રભુ તારી લીલા ન્યારી (૨) ના કોઈ ને સમજાય (૨)
લેખ વિધિ ના કેવા લખાણા અચરજ દિલ માં થાય (૨)
જીવન ની નૈયા કોઈ ની
અધવચ્ચ માં અટવાય (૨)
સપનાઓ ના મહેલ કોઈ ના
રાખ બળી ને થાય (૨)
અધૂરા આ અરમાનો ની અંતે હોળી થાય (૨)
લેખ વિધિ ના કેવા લખાણા અચરજ દિલ માં થાય (૨)
દુખ ના વાદળ કેવા ઘેરાણા
વાયરા વેરી થાય (૨)
સુખ ચંદન ની ચાંદની ઉપર
અંધારા પથરાય (૨)
લાખ વીતે દન સુખ ના તો પણ દુખ ની વેળા ના જાય (૨)
લેખ વિધિ ના કેવા લખાણા અચરજ દિલ માં થાય (૨)
લેખ વિધિ ના કેવા લખાણા અચરજ દિલ માં થાય (૨)
અચરજ દિલ માં થાય (૨)

0 Comments