એલી રાધડી રે


 

ગીત: એલી રાધડી રે

ફિલ્મ: દેશ રે જોયા રે દાદા પરદેશ જોયા


હા એલી રાધડી રે દેશ રે... (૨) તારા તે ગામ ને મારગડે

તારો છેડો ઢળકતો મેલ અલબેલી તારો મલક મારે જોવે છે

હા  તારો મલક મારે જોવે છે

હા હે એલા રામલા રે... (૨)

એલા રામલા રે મારા તે ગામ ને મારગડે

મારા પાલવ નો છેડલો જાલ અલબેલા મારો મલક મારે જોવે છે

એલા મારો મલક મારે જોવે છે

હા એલી રાધડી રે..... એલા રામલા રે...


તારા મલક ના માયાળું માનવી (૨)

દરિયા દિલ ના જાણું (હો) (૨)

અરે માદળિયાં માયલા મોતી ગણું રે એને

મોંઘા રે મૂલના જાણું (જાણું) (૨)

હે મારા સાયબા રે...(૨) મારા સાયબા રે...

જુઠા જગત ની હાટડીએ જોઈ જોઈ ને વોરવી જાત અલબેલા

મારો મલક મારે જોવે છે એલા મારો મલક મારે જોવે છે

હે એલી રાધડી રે..... એલા રામલા રે...


મારા મલક માં આંબા ને આંબલી (૨)

પાકા રે ફળ એના મીઠા (હા) (૨)

લીલી વનરાયું માં કોટે વાળુંબતા

ઢેલણ ને મોર મે દીઠા (હા) (૨)

હે મારા વાલમા રે (૨) મારા વાલમા રે

પ્રીત્યુ ને રીત્યુ ની વાતડીએ જોઈ જોઈ ડગલું મેલ અલબેલા

મારો મલક મારે જોવે છે એલા મારો મલક મારે જોવે છે

હા એલી રાધડી રે....... એલા રામલા રે.


તારા તે ગામ ને સીમાડે એક દી (૨)

જાડેરી જાણ લઈ આવું (હા) (૨)

અરે રૂદિયા ની રાણી ને અંગે ઓઢાડવા

સીતળ ની ચુંદડી લાવું (લાવું) (૨)

મારા સાયબા રે...(૨) મારા સાયબા રે..

મારા મૈયર ને માંડવડે ધીરા ધીરા વગાડવો ઢોલ અલબેલા

મારો મલક મારે જોવે છે એલા મારો મલક મારે જોવે છે

હા એલી રાધડી રે દેશ રે... (૨) તારા તે ગામ ને મારગડે

તારો છેડો ઢળકતો મેલ અલબેલી તારો મલક મારે જોવે છે

હા  તારો મલક મારે જોવે છે

એલા રામલા રે... હા એલી રાધડી રે... (૨)


mp3 song

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ