છોડયા દાદા ને


 

ગીત: છોડયા દાદા ને

ફિલ્મ: દેશ રે જોયા રે દાદા પરદેશ જોયા


છોડયા દાદા નેછોડી ડેલીયું રે (૨)

છોડી હાલ્યા સૈયરું નો સાથ રાધા બેન તમે એકવાર

પિયરીયે પધારજો રે

છોડયા દાદા નેછોડી ડેલીયું રે


છોડયા બાંધવ છોડી બેનદી રે (૨)

છોડી હાલ્યા ભોજાયું નો સાથ રાધા બેન તમે એકવાર

પિયરીયે પધારજો રે

છોડયા દાદા નેછોડી ડેલીયું રે


સમજી ને રેજો બેની સાસરે રે (૨)

રાખજો સાસરિયાં ની રીત રે રાધા બેન તમે એકવાર

પિયરીયે પધારજો રે

છોડયા દાદા નેછોડી ડેલીયું રે


પિયુ સંગાથે રેજો પ્રેમ થી રે (૨)

 પ્રેમ માં પ્રભુ નો હોય વાસ રે રાધા બેન તમે એકવાર

પિયરીયે પધારજો રે

છોડયા દાદા નેછોડી ડેલીયું રે (૨)


mp3 song

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ