ના કહો છીએ

 


ગીત: ના કહો છીએ

ફિલ્મ: જગ જીતે નહીં ને હૈયું હારે નહીં


  ના કહો છીએ માં બાપ વગરના, ના કહો અનાથ

તમારી રક્ષા કરવા કાજે બેઠો જગત નો નાથ

આખા જગત નો નાથ બેઠો જગત નો નાથ

તમે એક નવા સુરજ નું અજવાળું ફેલાવી દયો (૨)

ઉઠો જાગો તમે તમારી જિંદગી અજમાવી દયો (૨)

તમે એક નવા સુરજ નું અજવાળું ફેલાવી દયો


વિવેકાનંદ ગાંધીજી સરદાર ને તમે યાદ કરો

સરદાર ને તમે યાદ કરો

હો ડગલું માંડે ત્યાં જીતે એ વિરલા ઓ ને યાદ કરો

વિરલા ઓ ને યાદ કરો

ઓ તમે પણ પૂરી તાકાત થી દુનિયા ને જુકાવી દયો

ઉઠો જાગો તમે તમારી જિંદગી અજમાવી દયો

તમે એક નવા સુરજ નું અજવાળું ફેલાવી દયો


સત્ય માટે લડતા રહો અન્યાય સામે ઝૂકશો નહીં

અન્યાય સામે ઝૂકશો નહીં

હો સાચા માર્ગે ચાલતા તમે કોઈ થી પણ ડરશો નહીં

કોઈ થી પણ ડરશો નહીં

હો  ભારત દેશ ના નામ નો જગ માં ડંકો વગાડી દયો

ઉઠો જાગો તમે તમારી જિંદગી અજમાવી દયો

તમે એક નવા સુરજ નું અજવાળું ફેલાવી દયો


mp3 song

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ