ગોરી કંકોત્રી માં


 

ગીત: ગોરી કંકોત્રી માં

ફિલ્મ: જગ જીતે નહીં ને હૈયું હરે નહીં


ગોરી કંકોત્રી માં તારું નામ બીજા સાથે લખાય (૨)

એ વાંચી ને ઓરે ઑ મારૂ કાળજું કપાય

મારા હતા એ પારકા રે થાય (૨)

પિયુ કંકોત્રી માં મારૂ નામ બીજા સાથે લખાય

રડતું હૈયું પૂછે રે શું થયું હાય હાય

વાલમ તારા થી કેમ વિખૂટા પડાય (૨)


એક એક યાદ તારી વીજ થઈ ઝબુકે (૨)

મારૂ રોમ રોમ તારા વિયોગે સળગે (૨)

પારકા માળા માં જતાં પંખી ને કાજે

હૈયું હજી પાગલ થઈ ને તરસે થઈ ને તરસે

નિરાધાર રડતી આંખો ને (૨)

કેમ દિલાશો દેવાય (૨)


પિયુ લગન નો શણગાર એવો લાગે મુજને

જાણે લાશ ને બાળતા પહેલા સજાવવા માં આવે

પારકા કર્યા તો પ્રભુ પ્રેમ શાને કીધો (૨)

મને હજીયે સવાલ સતાવે સવાલ સતાવે

હજી પિયુ મારો આવશે

એ આશા હજીયે ના જાય (૨)

વાલમ તારા થી કેમ વિખૂટા પડાય (૨)

ગોરી કંકોત્રી માં તારું નામ બીજા સાથે લખાય (૨)

એ વાંચી ને ઓરે ઑ મારૂ કાળજું કપાય


mp3 song

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ