પિયુ ના જા


 

ગીત: પિયુ ના જા

ફિલ્મ: જગ જીતે નહીં ને હૈયું હારે નહીં


પિયુ ના જા પિયુ તું ના જા, ના જા

પિયુ મારા પ્યાર  મારા મને છોડી ના જા (૨)

શ્વાસ મારા ધબકાર મારા (૨)

દિલ તોડી તું ના જા

ઓ મુજને છોડી તું ના જા


સોનેરી શમણાં ભરેલું નવું જીવન તે આપ્યું

નાની મારી આંખ માં પિયુ આભ મોટું તે આંજયું

તરળિયા ના હાર નો શણગાર તોડી ને (૨)

પિયુ ના જા તું ના જા પિયુ ના જા, તું ના જા

દિલ તોડી તું ના જા

ઓ મુજને છોડી તું ના જા


પ્રિતમ તારા વિના નું દુખ હવે ના સહવાશે (૨)

રુદિયું રૂંધાશે મારી આંખ નદી બની જાશે

વિરહ ની વેદના નારે જીરવાશે

પિયુ ના જા ના જા તું ના જા પિયુ ના જા  ના  જા , તું ના જા

દિલ તોડી તું ના જા

ઓ મુજને છોડી તું ના જા


ઓ રાધા મારી રાધા ઓ મારી રાધા

સમજી જાને રાધા નથી થાતું સદાય ધારેલું

પ્રેમ ના સોગંધ તારા વિના જીવતર જેર મારૂ

નારે નારે જીવાશે મારા પ્રાણ રે જાશે

તોય પારકા થઈ ને આમ જીવવું પડશે

ઓ પિયુ નારે જીરવાશે વિરહ ની વેદના ભારી

મને ભૂલીજા રાધા તું ભૂલીજા (૩)

પિયુ તું  ના જા ( ૨)


mp3 song

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ