મારા મલક ના મેના રાણી


 ફિલ્મ: હવે ક્યારે મળીશુંં

ગીત: મારા મલક ના મેના રાણી


તાંબા પિતળ ના બેડા મારા ઈંઢોણી માં મોતીડા રે (૨)

સરખી સૈયર પાણીડા હાવ્યા અમે પનઘટ ના પંખીડાં રે (૨)

હો મારા મલક ના મેના રાણી ધીમા ધીમા હાલો રે (૨)

મુખે મલકતા નિતે નિહાળવા ખેતરે બાંધ્યા મેડા રે (૨)

મારા મલક ના મેના રાણી ધીમા ધીમા હાલો રે (૨)


ઓ અલબેલા વાલમ ઘેલા છેટા જાવો રે, તમે છેટા જાવો રે

મારા મુખ ને ના શરમાવો રે

ઓ નખરાળા ગોરી રૂપાળા ઓરા આવો રે, તમે ઓરા આવો રે

મારા દલ ને ના તડપાવો રે

ઓ સરખી સૈયર સાથે અમારી છૂટા પાલવ ના છેડા રે (૨)

મુખે મલકતા નિતે નિહાળવા ખેતરે બાંધ્યા મેડા રે (૨)

તાંબા પિતળ ના બેડા મારા ઈંઢોણી માં મોતીડા રે (૨)

એ મારા મલક ના મેના રાણી ધીમા ધીમા હાલો રે


ઓ ઘેરા ઘેરા ઘુંઘટ તાણો  ઘેલા લાગો રે ગોરી ઘેલા લાગો રે

પાલવડાં મા પ્યારા લાગો રે

ઓ વાલી વાલી વાતો તમારી વાલા લાગો રે તમે વાલા લાગો રે

મારા દલ ને પ્યારા લાગો રે

ઓ ઘુંઘટ તાણી ઘેરે આવો દેશું માન મોઘેરા રે

તાંબા પિતળ ના બેડા મારા ઈંઢોણી માં મોતીડા રે

મુખે મલકતા નિતે નિહાળવા ખેતરે બાંધ્યા મેડા રે

સરખી સૈયર પાણીડા હાવ્યા અમે પનઘટ ના પંખીડાં રે

હો મારા મલક ના મેના રાણી ધીમા ધીમા હાલો રે

તાંબા પિતળ ના બેડા મારા ઈંઢોણી માં મોતીડા રે 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ