મારા દલડાં કેરો દિપ

ગીત: મારા દલડાં કેરો દિપ
ફિલ્મ: કેમ રે ભુલાય સાજણ તારી પ્રીત

હે મારા દલડાં કેરો દિપ રાજદિપ પ્રીત ના ગાતો ગીત
હે મારા મનડાં કેરી મીત પ્રીત ની જગ માં થાશે જીત
હે મારા દલડાં કેરો દિપ રાજદિપ પ્રીત ના ગાતો ગીત
હે મારા મનડાં કેરી મીત પ્રીત ની જગ માં થાશે જીત
હે ભવ ની વાટે ભેળા રહિશું બાંધશું એવી પ્રીત
ભેળા જીવીશું નેે ભેળા મરશું બાંધશું એવી પ્રીત
હે મારા દલડાં કેરો દિપ પ્રીત ની એવી નિભાવજો રીત
 હે મારા મનડાં કેરી મીત પ્રીત ની જગ માં થાશે જીત

હે મનડે બાંધશું પ્રેમ નો માળો પ્રેમ નો માળો બહુું રૂપાળો
હે માળા માં માણશું સાથ સુવાળો સાથ સુવાળો રે નીત નખરાળો
હે ઉદર નાં ઓંચીકે નિંદરાયું માણશું ચિતડે રાખશું ચીત
હે ભેળા જીવીશું નેે ભેળા મરશું બાંધશું એવી પ્રીત
હે મારા દલડાં કેરો દિપ પ્રીત નાં હૈયા રોપાવશું હિત
 હે મારા મનડાં કેરી મીત પ્રીત ની જગ માં થાશે જીત

હે વગડે કરશું નીત મુલાકાતો નીત મુલાકાતો દિવસ ને રાતો
હા મન ભરી માણશું પ્રેમ ની વાતો પ્રેમ ની વાતો દિલ ની સોગાતો
હા લીલી વનરાયુનાં લેરખા લેશું નદિયે નાશું નીર
હા ભેળા જીવીશું નેે ભેળા મરશું બાંધશું એવી પ્રીત
હે મારા મનડાં કેરી મીત સાથ માં રાખશું રે સંગીત
હે મારા દલડાં કેરો દિપ રાજદિપ પ્રીત ના ગાશું ગીત
હે ભવ ની વાટે ભેળા રહિશું બાંધશું એવી પ્રીત
હે ભેળા જીવીશું નેે ભેળા મરશું બાંધશું એવી પ્રીત
હે મારા મનડાં કેરી મીત પ્રીત ની જગ માં થાશે જીત
હે મારા દલડાં કેરો દિપ રાજદિપ પ્રીત ના ગાશું ગીત

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ