જા ગોરાંદે જા



ગીત: જા ગોરાંદે જા
ફિલ્મ: કેમ રે ભુલાય સાજણ તારી પ્રીત

જા ગોરાંદે જા મારા કાળજે માર્યા ઘા
દગો કરી મારૂ દલડું તોડ્યું જા ગોરાંદે જા
પ્રીત કરી મને પારકો કિધો જા ગોરંદે જા
પ્રીત કરી મને પારકો કિધો જા બેવફા જા
હો નારે સાજણ ના મારી પ્રીત ને ભુલીશ ના
હેતે તને મારા હૈયે રાખ્યો હારે સાજણ હા
પ્રીત કરી નથી પારકો કિધો નારે સાજણ ના (૨)

હો તારા વિના હવે કેમ રેવાશે જીંદગી કેમ જીવાશે
બેવફા સાજણ તને કેશે મારી પ્રીત ને દાગ દેવાશે
હો હરખે દિધા દલડાં જેને કેમ રે સાજણ કેને
પ્રીત એની પૂૂૂૂરી પારખ્યા વિના બેવફા નામ ના દેને
મારી નજરે આવીશ ના તારૂ મુખ બતાવીશ ના
દગો કરી મારૂ દલડું તોડ્યું જા ગોરાંદે જા
પ્રીત કરી મને પારકો કિધો જા બેવફા જા
હો પ્રીત કરી નતી પારકો કિધો નારે સાજણ ના

પ્રીત ને જગ નો નાથ નડે નય નડે ના નદિ નાળા
પારકા કેવી પિરીત દેખાડે પોતાના મારે પાણા
હો વિધી એ કેવા વેર વસુલ્યા વિખ્યા અમારા માળા
જોગ સંજોગે જેર પાય એવા વાયા વિરહ ના વાણા
મારી યાદ માં આવિશ ના તારો સાદ સુણાવીશ ના
દગો કરી મારૂ દલડું તોડ્યું જા ગોરાંદે જા
પ્રીત કરી મને પારકો કિધો જા બેવફા જા (૨)

હો નારે સાજણ ના મારી પ્રીત ને ભુલીશ ના
હેતે તને મારા હૈયે રાખ્યો હારે સાજણ હા
પ્રીત કરી નથી પારકો કિધો નારે સાજણ ના
પ્રીત કરી મને પારકો કિધો જા ગોરંદે જા
હો પ્રીત કરી નથી પારકો કિધો નારે સાજણ ના
હો પ્રીત કરી મને પારકો કિધો જા બેવફા જા

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ