હે ક્યાંં થી આયો રે



ગીત: હે ક્યાંં થી આયો રે
ફિલ્મ: બેવફા સાજણ

હે ક્યાંં થી આયો રે ક્યાંં થી આયો રે
પેલા બાવલીયા ના (૨) ઠુઠ્ઠા જેવો ક્યાંં થી આયો રે
હે ક્યાંં થી આયો રે ક્યાંં થી આયો રે
પેલા બાવલીયા ના (૨) ઠુઠ્ઠા જેવો ક્યાંં થી આયો રે
હે ક્યાં થી આવી રે ક્યાં થી આવી રે 
પેલી ભાદરવા ની (૨) ભેસ જેવી ક્યાં થી આવી રે 
હે ક્યાં થી આવી રે ક્યાં થી આવી રે 
પેલી ભાદરવા ની (૨) ભેસ જેવી ક્યાં થી આવી રે 

એ ખજૂરી તારો જરમરીયાળો લીલો પીળો પાન રે
રીમજીમ રીમજીમ રીમજીમ 
એ રીમજીમ વાયરા છયો રમી આવ્યા (૨)
એ ખજૂરી તારો જરમરીયાળો લીલો પીળો પાન રે
રીમજીમ રીમજીમ રીમજીમ 
એ રીમજીમ વાયરા છયો રમી આવ્યા (૨)

હે આજ અમે આવ્યા પાટણ શેર માં વેવાયો ના મોંડવે રે
રીમજીમ રીમજીમ રીમજીમ 
હા રીમજીમ વાયરા છયો રમી આવ્યા (૨)

એ લીલા થોરીયા વઢાવો કચારી રંગ લ્યો (૨ કોરસ)
એ એના તોરણીયા બંધાવો કચારી રંગ લ્યો (૨ કોરસ)
એ નવરા અણવર ને તોરણીયે લટકાવો (૨)
એક કંતાન મંગાવો કચારી રંગ લ્યો (૨ કોરસ)
કે એનો સોઈણો છીવરાવો કચારી રંગ લ્યો (૨ કોરસ)
હે એક કડલા મંગાવો કચારી રંગ લ્યો (૨ કોરસ)
હે એના ટાંગા માં પેરાવો કચારી રંગ લ્યો (૨ કોરસ)
હે વર ની સાલી ને એવી ટના ટન બનાવો (૨)
એક ધાબળો મંગાવો કચારી રંગ લ્યો (૨ કોરસ)
હે ઈનો ઘાઘરો છીવરાવો  કચારી રંગ લ્યો (૨ કોરસ૦

હે વેવાઈ બોખો ભોખ રે તડાકા લ્યો (૨ કોરસ)
હા વહું ની માનું ભોલ રે ભડાકા લ્યો (૨ કોરસ)
હે વેવાઈ નવરો નંગ રે તડાકા લ્યો (૨ કોરસ)
વહું ના બાપ ની ટાલ રે તડાકા લ્યો (૨ કોરસ)
હે વેવાઈ નફ્ફટ નોળીયો તડાકા લ્યો (૨ કોરસ)

Post a Comment

0 Comments