બહું વહમી કિધી વાત

ગીત: બહું વહમી કિધી વાત
ફિલ્મ: કેમ રે બુલાય સાજણ તારી પ્રીત

પ્રીત નું પંંખીડું એકલું અરેરે અને ફડફડ કરતું પાંખ
પણ વાલી એ વાલી એ વિંધ્યું એવા વેણ થી
અરેરે એતો જોતું મરણ ની વાટ (૨)

બહું વહમી કિધી વાત (૨) મારા કાળજે મારી કટાર (૨)
દલ ની રાણી દલ તોડી ગઈ કટકા કર્યા હજાર (૨)
બહું વહમી કિધી વાત (૨) મારા કાળજે મારી કટાર (૨)
દલ ની રાણી દલ તોડી ગઈ કટકા કર્યા હજાર (૨)
બહું વહમી કિધી વાત

ઢીંગલો ઢીંગલી રમત રમી ગઈ પ્રેમ નાં નામે નાર
વાલી થઈ ને વેરી બની ગઈ મૂકી ગઈ મજધાર (૨)
પ્રીત ની વાતો પલ માં ભૂલી (૨) દઈ ગઈ આંસું ધાર
દલ ની રાણી દલ તોડી ગઈ કટકા કર્યા હજાર (૨)
બહું વહમી કિધી વાત મારા કાળજે મારી કટાર
બહું વહમી કિધી વાત

જીવન મારૂ જેર બનાવ્યું દિલ નો તોડ્યો તાર
માંગ્યા વિના નું મૌત મળ્યું આ કેવો ઉપકાર (હો) (૨)
બાજી બગાડી જીત ની મારી (૨)હૈયે દઈ ગઈ હાર
દલ ની રાણી દલ તોડી ગઈ કટકા કર્યા હજાર (૨)
બહું વહમી કિધી વાત મારા કાળજે મારી કટાર (૨)
દલ ની રાણી દલ તોડી ગઈ કટકા કર્યા હજાર (૨)
બહું વહમી કિધી વાત (૩)

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ