ગીત; કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
ફિલ્મ; કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
ભાઈ ની બેની લાડકી ને ભઈલો ઝુલાવે ડાળખી (૨)
હે... લીમડી ની આજ ડાળ ઝુલાવે લીંબોળી ઝોલા ખાય
હિંચકો નાનો બેન નો એવો આમ ઝુલણીયો જાય
લીલુડી લીંબડી હેઠે બેની બા હિચકે હીંચે (૨)
કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
ભાઈ ની બેની લાડકી ને ભઈલો ઝુલાવે
બેનડી ઝૂલે ઝુલાવે ડાળખી
હે... પંખીડા પંખીડા ...ઓરા આવો હે...પંખીડા
બેની મારી હિંચકે હીંચે ડાળીયો તું ઝૂલાવ
પંખીડા ડાળીએ બેસો પોપટજી પ્રેમ થી હીંચો (૨)
કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
ભાઈ ની બેની લાડકી ને ભઈલો ઝુલાવે
બેનડી ઝૂલે ઝુલાવે ડાળખી
0 Comments