દે ધના ધન



ગીત: દે ધના ધન
ફિલ્મ:કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી

અરે છેતવું હોય તો છેતી જાજો
નહિ ચાલે કોઈ ઝોલ
દિવસો તમારા પૂરા થયા
હવે ખૂલશે બધા ની પોલ

દે ધના ધન દે ધના ધન દે ધના ધન (૪)
કાળા કામ કરનારા બઘા છેતી રે જાજો (૨)
ધોળા વેશ પહેરનારા બધા સમજી રે જાજો
અરે છેતી રે જાજો, સમજી રે જાજો
હાથ જોડી ને સમજાવું ન સમજો તો
દે ધના ધન દે ધના ધન દે ધના ધન (૪)

અલ્યા ગુંડા ને મવાલી બધા છતી રે જાજો
પિવા વાળા ને જુગારીયા ઓ સમજી રે જાજો
અરે છેતી રે જાજો, સમજી રે જાજો
પાય ને પડી ને સમજાવું ના સમજો તો
દે ધના ધન દે ધના ધન દે ધના ધન (૪)

ભેળ સેળયા ઓને દે ધના ધન
કાળા રે બજારીયો ને દે ધના ધન
ધરમ ના નામે ધતીંગ કરતા ભોળા લોકો ને ઠગતા
અરે ભૂવા રે ભોપાળીયો ને દે ધના ધન
ખોટા રે ભીખારીયો ને દે ધના ધન
માલ  હરામ નો જો કોઈ લુંટશે
પેટ ભરી ને પસતાશે, પછવાડે પડશે
દે ધના ધન દે ધના ધન દે ધના ધન (૪)

લુખ્ખા લવારીયો ને દે ધના ધન
હપ્તા વસુલીયો ને દે ધના ધન
છોકરીયો ની છેડતી કરશો મારા હાથે મરશો
હો વ્યાજ વટાવિયો ને દે ધના ધન
ચોર ચકોરિયો ને દે ધના ધન
લેશો જો કોઈ ના ખોટા અંગૂઠા
જેલ ભેગા થાશો, પોલિસ ની ખાશો
દે ધના ધન દે ધના ધન દે ધના ધન (૪)

કાળા કામ કરનારા બઘા છેતી રે જાજો (૨)
ધોળા વેશ પહેરનારા બધા સમજી રે જાજો
અરે છેતી રે જાજો, સમજી રે જાજો
હાથ જોડી ને સમજાવું ન સમજો તો
દે ધના ધન દે ધના ધન દે ધનાા ધન (૮)

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ