તમે યાદ આવો છો



ગીત:તમે યાદ આવો છો
ફિલ્મ:  આત્મા

દિવસે દિવસે ને રાતે રાતે (૨)
તમે યાદ આવો છો વાતે વાતે (૨)
દિવસે દિવસે ને રાતે રાતે
યાદ આવો છો વાતે વાતે (તમે)(૨)

રસોઈ માં હોય છે સાત રસ (૨)
જ્યારે એમા ભળે તમ પ્રેમ રસ
ત્યારે સ્વાદ આવે છે ખાતે ખાતે
તમે યાદ આવો છો વાતે વાતે (૨)
દિવસે દિવસે ને રાતે રાતે

સંગીત માં હોય છે સાત સૂરો
સારે ગામા પાદા નીસા
સંગીત માં હોય છે સાત સૂરો
જેદિ મળે તમારા પ્રેમ ના સૂરો
ત્યારે ઝુમી લઉં છું ગાતે ગાતે
તમે યાદ આવો છો વાતે વાતે (૨)
દિવસે દિવસે ને રાતે રાતે

રંગોળી માં હોય છે નવ રંગો (૨)
જ્યારે એમા ઢળે તમારા પ્રેમ નાં રંગો
નવા ચિત્રો દોરૂ છું હું જાતે જાતે
તમે યાદ આવો છો વાતે વાતે (૨)
દિવસે દિવસે ને રાતે રાતે
તમે યાદ આવો છો વાતે વાતે (૨)

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ