ગીત: ફટ રે કુદરત
ફિલ્મ: મૈયર માં મનડું નથી લાગતું ૨
ફટ રે કુદરત કારમાં
અરે એવા ફટ રે વિધિ તારા ખેલ
પણ તારી કલમે (૨) લખાયેલ ક્રૂર તણા
અરે રે આ વિધાન ને પાછા ઠેર
કે મારા આયખા ના આધાર મારા બાલુડા
ઘણું જીવો રે મારા મોંઘા રતન તમે ઘણું જીવો
કે મારા ખોળા ના ખૂંદનાર મારા બાલુડા
ઘણું જીવો રે મારી આંખ્યું ની જ્યોત તમે ઘણું જીવો
કે રહ રહ રુવે આંગણું
અરે રે રુવે ભીતડીયું ભેકાર
પણ એવો વાયો (૨) વેરી વાયરો
અરે તૂટ્યું મોભ તણું આધાર
કે આતે કિયા કરમ શ્રાપ મારા બાલુડા
ઘણું જીવો રે મારા દુલારા દેવ તમે ઘણું જીવો
કે મારી ઘડપણ લાકડી થનાર મારા બાલુડા
ઘણું જીવો રે મારા લાડકવાયા તમે ઘણું જીવો
કે એવી કાચી માટી ના કોડીયે
અરે રે જુવો જન્ખવાતી આ જ્યોત
પણ એવા થર થર (૨) કાપે કાળજા
અરે રે માથે મંડાણ બાંધે મોર
કે મારી આંગળી નો જાલનાર મારા બાલુડા
ઘણું જીવો રે મારા કાનકુંવર તમે ઘણું જીવો
કે મારા પારણાં નો જુલનાર મારા લાખેણા
ઘણું જીવો રે મારા લાખેણા લાલ તમે ઘણું જીવો
ઘણું જીવો રે મારા લાડકવાયા તમે ઘણું જીવો
ઘણું જીવો રે મારા કાનકુંવર તમે ઘણું જીવો
0 ટિપ્પણીઓ