રૂદિયા ની રાણી તું કેમ રીસાણી



ગીત: રૂદિયા ની રાણી તું કેમ રીસાણી
ફિલ્મ:કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી

રૂદિયા ની રાણી તુ કેમ રીસાણી (૨)
જનમો ની પ્રીત તે કેમ ભૂલાવી
મારૂ દલડું તોડી ને થઈ ગઈ તું બેવફા
જા રે જા ઓ સજની જા પ્રીત ભૂલી જા
જા રે જા ઓ સજની જા મીત ભૂલી જા (૨)
મનડાં ના મીત તૂટે ના પ્રીત
મારા પ્રેમ ની થાશે રે જીત
ના ભૂલી હુ વફા નથી હું બેવફા
સાથી તારો સથવારો છૂટી રે ગયો
મનડાં નો મીત મારો રૂઠી રે ગયો (૨)
રૂદિયા ની રાણી તુ કેમ રીસાણી

તારા ભરોસે દુનિયા લુટાવી
તોડી ભરેસો પ્રીત ને ભૂલાવી
તારી પ્રીત ના સપના લજાવ્યા
દિધેલા કોલ તે પલ માં ભૂલાવ્યા
બેવફા ઓ બેવફા
ના હું બેવફા ના હું બેવફા
વખ ઘોળી તે દિધા મે પ્રેમ થી પિધા
જા રે જા ઓ સજની જા પ્રીત ભૂલી જા
જા રે જા ઓ સજની જા મીત ભૂલી જા
સાથી તારો સથવારો છૂટી રે ગયો
મનડાં નો મીત મારો રૂઠી રે ગયો

રસમો નિભાવું કે કસમો નિભાવું
કેમ રે કરી આ મન ને મનાવું
પ્રીત રે નિભાવું તો દુનિયા રૂઠે
ના રે નિભાવું તો દિલ આ તૂટે છે
ના બેવફા ના બેવફા
જા બેવફા જા બેવફા
આતો કેવી સજા થઈ ગઈ હું બેવફા
સાથી તારો સથવારો છૂટી રે ગયો
મનડાં નો મીત મારો રૂઠી રે ગયો
જા રે જા ઓ સજની જા પ્રીત ભૂલી જા
જા રે જા ઓ સજની જા મીત ભૂલી જા

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ