મોરલીયો બોલે રે



ગીત: મોરલીયો બોલે રે
ફિલ્મ:મૈયર માં મનડું નથી લાગતું ભાગ-૨

કે મોરલીયો બોલે રે (૨)
હે... પાલવ નાં છેડલે છલકાતા બેડલે ફાગણ નાં ફુલડે હો
કોયલડી ટહુકે રે (હો)(૨)
હે મિઠી રાતડીએ છાની વાતડીએ વેલી પરોઢીયે હો
મોકલાયો બોલે રે
હા કોયલડી ટહુકો રે

હો તારા તે નામ ના આવે રે શમણા
આખી રાતલડી રે કે અલ્યા આખી રાતલડી રે
હે પાપણ ના છાયડે અંતર નાં ઓરડે
રાખુ રૂપલડી રે કે તને રાખું રૂપલડી રે


હા તારા તે નામ ના આવે રે શમણા
આખી રાતલડી રે કે અલ્યા આખી રાતલડી રે
હે પાપણ ના છાયડે અંતર નાં ઓરડે
રાખુ રૂપલડી રે કે તને રાખું રૂપલડી રે
હે વાલા ની વાત નો કસુંબી પ્રીત નો ઘડુલો છલકે રે
કોયલડી ટહુકે રે
કે મોકલીયો બોલે રે

હા... જાનું જોડાવો ઘોડલીયે આવો
મારે તે ગામડે રે કે વાલા મારે તે ગામડે રે
હે લગન લખાવો સામૈયા લાવો
પાદર ને પીપળે રે એ ગોરી પાદર ના પીપળે રે


એ હવે જાનું જોડાવો ઘોડલીયે આવો
મારે તે ગામડે રે  એ... મારે તે ગામડે રે
હે લગન લખાવો સામૈયા લાવો
પાદર ને પીપળે રે હે તારા પાદર ના પીપળે રે
હે કમખા ની કસ માં બાધ્યું જોબનીયું મિઠેરૂ મલકે રે
કોયલડી ટહુકે રે
કે મોકલીયો બોલે રે

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ