ગોરી તારો પીયુ કરે પોકાર (સેડ)



ગીત: ગોરી તારો પીયુ કરે પોકાર (સેડ)
ફિલ્મ: ગોરી તારો પીયુ કરે પોકાર

સૂરજ ઉગે ને દિન નથી ઉગતો (૨)
ઓ....તને જોવું ને થાય છે સવાર (ગોરી તારો પીયુ કરે પોકાર) (૪)

એક બીજા ને વચન દિધા ને હાથ સોપ્યો તો હાથ માં
સોનેરી સપના જોયાતા ગોરી આપણે ઊડી આકાશ માં
હો ત્યા તો આવ્યો વચમાં વેરી
હો તેણે તોડ્યા હૈયા નાં તાર (ઓ ગોરી તારો પીયુ કરે પોકાર) (૨)

વિજોગ માં હું સળગું પિયું આંખ માંથી વરસે શ્રાવણ
સોહાગણ નું સિંદૂર ઘુંસાયું બની છું હું રે અભાગણ
દલડું મારૂ ઝંખે હજી એ
હો પિયું તુજને વારંવાર
ઓ ગોરી તારો પીયુ કરે પોકાર) (૪)

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ